તારી પત્ની નો જેટલો ભાગ ઢંકાયેલો છે તેના પર ફક્ત તારો જ અધિકાર છે પરંતુ જે ભાગ ખુલ્લો છે તેને જોવાની તો દરેક ને છુટ છે.
કહેવાય છેકે કાહિરાથી ઉસ્વાન જતી ગાડીમાં એક ઘરડા સવાર થાય છે જેની ઉંમર લગભગ ૬૦ તો હશે જ. ઉપરથી તેનો પહેરવેશ બતાવતો હતો કે આ માણસ ગામડીયો છે પરંતુ દુનિયા ફરેલ અને સમજદાર છે.
એક સ્ટેશન પર ગાડી રોકાઈ એટલે એક કપલ સવાર થયું જેને જોઈને લાગતું હતું કે જાણે નવી નવી જોડી હોય. તેઓ ઘરડા માણસની સામે વાળી સીટ પર બેસી ગયા. પરંતુ અફસોસની વાત એ હતી કે છોકરી એ બર્મુદા પેન્ટ સાથે સ્લીવલેસ ટી-શર્ટ પહેરેલી હતી જેનાથી ફક્ત તેના ખભા જ નહીં બીજું ઘણું બધું લોકોની નજરોને તેણી તરફ ખેંચતું હતું.મિસરમાં આવા કપડાં પહેરવા કંઈ અજુગતું ન હતું અને ન તો કોઈ આવા કપડાં પહેરનારી ને નખરાળી સમજી નિહારતું હતું.પરંતુ બીજા મુસાફરો ની સાથે સાથે સ્ત્રીના પતિ ની હાલત પણ જોવા લાયક થઈ ગઈ. કારણ કે ઘરડાં માણસે પરસ્ત્રીને આંખો ફાડી ફાડીને જોવાનું શરૂ કર્યું.ચહેરા પર થી પ્રતિષ્ઠિત અને ઈજ્જત દાર લાગતા આ ઘરડા માણસની નીચ બતાવતી નજર હતી જે કદી પરસ્ત્રી ની ખુલ્લી જાંઘો પર તો કદી તેના ખભાની આજુબાજુ પડી રહી હતી.ધીરે ધીરે ઘરડા માણસે હવે તો દાઢી નીચે પોતાના હાથ ગોઠવી એ ક્ષણો ને જાણે ખુલ્લા મને માણી રહ્યો હતો.ઘરડા માણસની આ હરકતોથી એકતરફ તો સ્ત્રી પરેશાન હતી. આમ તેમ પોતાના પગને વારે ઘડીએ બદલી રહી હતી તો બીજી તરફ તેનો પતિ ગુસ્સામાં લાલ પીળો થતો હતો. છેવટે ન રહેવાયું એટલે ત્રાડુકયો. અરે ઓ ઘરડા! જરા તો શરમ કર. તને શરમ આવવી જોઈએ. પોતાની ઉંમર જો અને કામો જો. તારું મોં ફેરવીને લે અને મારી પત્ની ને શાંતિ થી બેસવા દે. ઘરડા ગામડિયા એ પતિની વાત શાંતિથી સાંભળી. અને સહજતાથી કહ્યુ. બેટા! હું નથી કહેતો કે તું શરમ કર અને એ પણ કહેવા નથી માંગતો કે તારી સ્ત્રીને આવા કપડાં પહેરાવતાં તને શરમ ન આવી? તું એક આઝાદ માણસ છે. ચાહે તો તું નાંગો ફર. અને સાથે પત્ની ને પણ ફેરવ. પરંતુ હું તને એક સવાલ જરૂર પુછવા માંગું છું કે તું તારી પત્ની ને આવા કપડાં એટલા માટે નથી પહેરાવતો કે અમે લોકો એને જોઈયે?. જો તારી ઇચ્છા જ છે તો પછી આ નકામો ગુસ્સો શું કામ? અને કઇ વાતની ગભરામણ? ઘરડા માણસે પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું કે જો મારા પુત્ર! તારી પત્ની નો જેટલો ભાગ ઢંકાયેલો છે તેના પર ફક્ત તારો જ અધિકાર છે. અને તારી પત્ની નો જે ભાગ ખુલ્લો છે તેના પર તો તેં જ અમને અધિકાર આપ્યો છે.જો તને મારું આટલા નજીક આવી ને જોવું ન ગમતું હોય તો તેમાં મારી નહી મારી નજરની કમજોરી ની ભૂલ છે. જેના કારણે મારે કોઈ પણ વસ્તુ જોવા માટે પાસે જવું પડે છે.
ઘરડા માણસની ફક્ત વાતો ન હતી એક બોધદાયક સબક હતો.
લોકોની સમજમાં આવી ગયું કે ઘરડા માણસે પોતાની વાત કપલ સુધી પહોંચાડી આપી છે. સ્ત્રીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. અને તેનો પતિ મોં છુપાવવા માટે ગાડીમાંથી ઉતરવા તૈયાર. અને થયું પણ એવું જ. આગલા સ્ટેશને સ્ત્રી જ્યારે ગાડી માંથી ઉતરવા લાગી ત્યારે ઘરડા માણસે પાછળ થી અવાજ આપતાં કહ્યું.
બેટા! અમારા ગામમાં ઝાડ જ્યાં સુધી પાંદડા વડે ઢંકાયેલું રહે છે ત્યાં સુધી તો ઠીક પરંતુ જ્યારે તેના પાંદડાઓ ખરી પડે છે અથવા સુકાય જાય છે તો અમે તેને કુહાડી વડે કાપી બાળવામાં જ વાપરીએ છે.